હું લખું છું…

Hu Lakhu chhu by karishma nimavat

ના હું મારા માટે લખું છું, ના તારા માટે,

ના પુછો મને હું કોના માટે લખું છું!

મરતી અપેક્ષાઓને કવર કરી દફન​વાં તો

ક્યારેક હ્રદય માં લાગતી આગને શાંત કરવા લખું છું!

મનમાં ઉઠતાં હજાર સ​વાલો નાં જ​વાબ શોધવાં અને

ક્યારેક તો હું ખુદને ખુદથી જ બચાવવાં માટે લખું છું!

કવિતા લખતાં ન આવડે મને, હજું એનો એકડો-બગડો ઘૂંટું છું,

ક્યારેક નિર્દોષ બાળક ની જેમ તો ક્યારેક મીરા બની લખું છું!

કયારેક એવું થાય…

cute-couple-love-34266359-1440-1280

ક્યારેક ઍવુ થાય કે હું જાગું અન તું મારી પાસે હોય,
મારા ચહેરા પર સ્મિત અને તારી આંખો મા ઍજ પ્રેમ હોય..

કયારેક એવું થાય કે હું મરીજ અને તું જ મારી દવા હોય,
મારું મરણ અને જીવન તારા જ હાથમાં હોય…

કયારેક એવું થાય કે હું ધરતી અને તું આકાશનાં વાદળા હોય,
હું આંખ બંધ કરી ભીંજાતી રહું અને તું મન ભરી વરસતો હોય….

કયારેક એવું થાય કે તારા હાથમાં મારો હાથ હોય,
તારો સાથ જ્યાં સુધી હોય ત્યાં સુધી જ આ જીંદગી હોય…

“મા” કેમ તું એવી છે???

Thomas-Benjamin-Kennington-xx-Mother-and-Daughter-xx-Private-collection
બાળકો ખુશ થાય તો ભગવાન નો આભાર માનતી,
	બાળકો દુઃખી થાય તો પોતાને કારણ માને છે. 
બાળકો ના હાસ્ય માં તું ખુબ હરખાતી,
	બાળકો ના રૂદન માં તારું હૈયું કપાય જાય છે.
બાળકો ને કે છે ઉપરવાળો છે ના કર તું ઉપાધિ,
	પણ અંદર ને અંદર "માં"તું બહુ દાઝ્યા કરે છે.  
પોતે વર્ષ માં એકાદ-બે જોડી કપડા લેતી,
	બાળકો ને રોજ નવા કપડાં માં જોવા ઝંખે છે॰ 
પોતાની બાબત માં એક એક પૈસા ની કરકસર કરતી,
	બાળકો ની પાછળ ધોમ રૂપિયા વાપરે છે. 
પોતાની બીમારીઓની "મા" તે અવગણી,
	બાળકો ને છીંક આવે તો તું આખી રાત જાગે છે. 
બાળકો ને હમેશાં તું પ્રેમ થી સમજાવતી,
	બાળકો તારા પર ગુસ્સો કરે તું ચૂપચાપ રડી લે છે.
હોય જ્યારે મિત્ર ની જરૂર ત્યારે સાચો મિત્ર થઈ જતી,
	પડે જરૂર સલાહ ની ત્યારે જનની તું થઈ જાય છે.
બાળકો પર તું અખૂટ પ્રેમ વરસાવતી,
	મુશ્કેલીમાં બાળક ની રક્ષકરૂપી ઢાલ થઈ જાય છે. 
હમેશાં અનેકવિધ પાત્રો માં તું ભજવતી,
	ક્યારેક કરિશ્મા ની મમ્મી તો ક્યારેક ગ્રીવા ની દાદી થઈ જાય છે.
મારી ઉમ્મર તને લાગે,તું રહે મમ્મી હસતી,
	તારી આ દીકરી સદા તારો સાથ નિભાવાનું વચન લે છે. 
તને યાદ કરું કેટલી કેમ કહું મમ્મી,
	મળે પાંખો તો તારી પાસે ઊડી આવવા મન થાય છે.
તારા વિશે હું લખું એવું આજે વિચારતી હતી,
	પણ જિંદગી નીકળી જાય તો પણ ખૂટે સમય એવી તું છે.
હોય છે તું દુઃખી ત્યારે મન માં હું પણ હોઉં છુ રડતી,
	બસ એટલું જ પૂછવું "મા" કેમ તું આખરે એવી છે??? 

સપનું આવ્યું કે…પણ આંખો ખોલી જોયું તો…

girl-dream
સપનું આવ્યું કે હું થઈ જાઉં દરિયા માં સમાઈ દરિયામય થઈ જતી નદી,
આંખો ખોલી જોયું તો હું હતી કિનારા ની રેતી જે મિલન-વિરહ માં તડપતી હતી....

સપનું આવ્યું કે થઈ જાઉં એ પાણી જે બાષ્પ બની વાદળ માં સમાતું,
આંખો ખોલી જોયું તો હું હતી ઝાકળ બિંદુ જે સવારે પુષ્પ પરથી ખરી પડતું....

સપનું આવ્યું કે થઈ જાઉં એ સુંગધીત હવા જે એની દરેક શ્વાસ માં વસે,
આંખો ખોલી જોયું તો હતી એ તુફાની પવન કે જે બે ઘડી આવી જતો રેશે...

સપનું આવ્યું કે થઈ જાય એનો વસવાટ મારા આંખ માં રહેલા કાજલ માં,
આંખો ખોલી જોયું તો હતા એતો એ ચોધાર આંસુ જે આંખ નો સાથ છોડી જનારા... 

સપનું આવ્યું કે હું એને જોતી હતી મારી હાથોં ની લકીરો માં,
આંખો ખોલી જોયું તો હતા એ હાથની મહેંદી નો રંગ જે ઉતારી જશે પળભારમાં... 

સપનું આવ્યું કે થઈ જાઉં પડછાયો જે ઊભો હશે એની સાથે અંધારા માં,
આંખો ખોલી જોયું તો સવારના અંજવાળામાં એ જતાં હતા દૂર પડછાયા થી મારા...  

સપનું આવ્યું કે થઈ જાઉં સુરજમાનોં પ્રકાશ અને પ્રકાશ કરી દઉં એની જિંદગી માં, 
આંખો ખોલી જોયું તો હતી હું તુફાની વરસાદની એ વીજળી જે ચમકી જતી રેશે થોડીવારમાં... 

સપનું આવ્યું કે થઈ જાઉં એ જહાજ જે પાર ઉતારી દે એની જિંદગી,
આંખો ખોલી જોયું તો હતી એ નાની હોડી જે મધદરિયે ડૂબી જતી... 

સપનું આવ્યું કે થઈ ગયા એ સભ્ય મારા કુટુંબ ના અને ઊભા સંગ મારી,
આંખ ખોલી જોયું તો એ લાવ્યા હતા એક કોઇ નવુંજ સભ્ય,એની જીવન સંગિની... 

સપનું આવ્યું કે એ ભૂલી ગયા મને હાથ પર આવી બેસી ને ઊડી જનારા પંતગિયા માફક,
આંખ ખોલી જોયું તો એ પણ રડતાં હતા મારી આ કવિતાના હર એક શબ્દ પાછળ....

સવાલ???

question-marks
જોઈને જિંદગી ને હૈયું ભરાઈ આવે છે,
    આખરે કેમ તું આટલી કઠોર થઈ જાય છે?

જોઈને માં-બાપ ને આટલા દુઃખી આંસુ આવે છે,
    કાંઇ ન કરી શકું ત્યારે કેમ મારવાનું મન થાય છે?

માન્યું કે બધાના સ્વભાવ અલગ હોય છે,
    પણ નાની નાની વાત માં પણ કેમ લોકો આટલા સ્વાર્થી થઇ જાય છે?

લખેલું હોય જે કિસ્મત માં અંતે એ જ થાય છે,
   મહેનત સફળતાનું એક નાનું કારણ છે તો પણ લોકો કેમ આટલા કુદકા મારે છે?

અંત 2013 નો થયો છે કે દુઃખો નો થયો છે,
    આજે સવાલ મન માં બસ એ એક જ થાય છે...???