તારા વિના…

“તું મને યાદ જ નથી કરતી” હંમેશાની જેમ આજે પણ એ ફરિયાદ કરે છે,
અેને શું ખબર એના વગર ઘર અને શેરી તો શું, શહેર આખું સૂંનું લાગે છે…

IMG-20180117-WA0001

Advertisements

બસ તું જ છે…

લપસે છે હાથ મારો સંબંધની દોરી માંથી, તોય બમણા જોરથી પકડી રાખે એ હાથ તારો છે…
અધીરું છે દીલ તારું પણ મળવા માટે, તોય આકરી શરતો રાખે મળવાની એવો પ્રેમ તારો છે…

img1484900931893.jpg

હિંમતે મર્દા તો મદદે ખુદા…!!!

Self-Motivation-–-Overcome-Hurdles-and-Motivate-Yourself

શનિવાર ની રાત હતી અને આશરે 12:45 થયા હતા,એમ્બ્યુલન્સનો “વેઊ વેઊ” અવાજ શહેર વાસીઓની ઉંઘમા ખલેલ પહોંચાડતો હતો અને હોસ્પિટલ નજીક આવતા જે એ ડૉકટર, નસૅ અને પટાવાળાને જણાવતો હતો કે કોઈ વ્યક્તિ ને ઈમરજન્સીમાં લાવવામા આવે છે.

એમ્બ્યુલન્સ આવતાજ બધા દોડાદોડી કરવા લાગ્યા અને પટાવાળા સ્ટ્રેચર લાવ્યા વ્યક્તિને બ્લીડિંગ વધારે થતું હતું. પરિસ્થિતિ ને જોયને લાગતું હતું કે નુ એક્સિડન્ટ થયું હશે. હજું તો ડૉકટર મની પ્રાથમિક સારવાર કરતાં હતા ત્યાજ ના ઘરનાં લોકો આવી ગયા, બધાં લોકો ઘબરાયેલાં હતાં.

દર્દિના કમરથી નીચેનો જમણો ભાગ કચડાઇ ગયો હતો અને કમર ઉપરનો જમણો ભાગ ખુબજ ઘવાયો હતો. ડૉકટર બહાર આવ્યા અને દર્દિના ઘરનાં માંથી 2 વ્યક્તિને બોલાવ્યા અને કહ્યુ કે એમને પગ ની નસોના હજારો ટુકડા થઈ ગયા છે તો હવે એ પગ કાપવો પડશે કેમ કે જો ઓપરેશન કરી એ નસોને રિપેર કરીશું તો કલાકો નિકળી જશે અને દર્દિ બચવાના ચાન્સ બહું ઓછા છે. તેમને 2 મિનિટ વીચારવા માટે સમય આપ્યો. પગ કાપવાનો નીણૅય લેવાયો અને ૩કલાક ના ઓપરેશન બાદ દર્દિને ICU માં ખસેડાયા અને અેમને શરીર ના જમણા ભાગમાં ૩ ફે્ૅકચર હતા તેમનું ઓપરેશન બીજા દિવસે થયું. પુરા ૩ દિવસ ICUમાં રહયાં પછી બુધવારે તેમને  જનરલ વૉડમાં ખસેડાયાં. જ્યારે એ દર્દિને પુછવામાં આવ્યું કે કેવી રીતે આ એક્સિડન્ટ થયું? એમની આપવીતી કંઈક આવી હતી:

“શનિવાર ની રાતે હું વાડી કે જે મારા સિટિ થી 4-5 કિમી દુર છે ત્યાં રોજ ની જેમ કામ કરતો હતો. આશરે 8:30ના મારી દિકરી કે જે  12 સાયન્સમાં છે એને રિડીંગ ચાલુ થતું હોવાથી એનો કોલ આવ્યો કે પપ્પા આજે વેલા આવજો આપણે બહાર જશું એટલે હું વાગ્યે નીકળ્યો. હજુ એકાદ કિમી બાઇક ચલાવી હશે ત્યાં જ એક છકડો રીક્શા સામેથી આવતી હતિ. સીંગલ પટીનો રોડ હોવાથી બન્ને બાજુ બાજુ માંથી જ પસાર થયાં અને મારા શટૅનો કોલર રીક્શા ની સાઇડ પેટીમાં ફસાઈ ગ્યો.રીક્શા ફુલ સ્પિડમાં હોવાથી ચલાવનાર ને ખબર જ ના પડી અને જ્યારે ખબર પડી ત્યારે હું ખણું ઢસેડાય ગ્યો હતો. મારો જમણો ભાગ બહુ ઘાયલ થયો હતો અને હું કઇ કરી શકુ તેમ ન હતુ મારો જમણો પગ ભેગો થઈ ગયો હતો અને લોહિનિ તો નદી ભરાઈ હતિ મને લાગ્યુ કે હ વે હું જિવી જ નહિ શકુ મને ચ્ક્કર આવતા હતા હુ બેભાન થઈ જઇશ એવુ લાગ્યું ત્યાંજ મને વિચાર આવ્યો કે હું મરી જઈશ તો મારા છોકરા અને પત્નિનું શું થશે મારે જીવવાનું જ છે મે હિમ્મત ભેગી કરી અને આસપાસ જોયું તો કોઈજ નહોતું. મારો ફોન જમણા ખિસ્સા માં હતો અને એ પગ સાવ ભેગો થઈ ગ્યો હોવાથી ફોન નિકળી શકે તેમ નહોતો અને મારો જમણો હાથભી કામ કરતો નહોતો.મે ડાબા હાથે મારો ખીસ્સો તોડ્યો અને ફોન નીકાળ્યો. મે હેલ્મેટ પેરેલ હોવાથી મને માથા પરકોઈ ઈજા નતી થઈ પણ ફોનમાં વાત કરવા મારે હેલ્મેટ નિકાળ વું પડે એમજ હતું તો મે ડાબા હાથથી ઝટકો મારી બેલ્ટ તોડી નાખ્યો અને 108 એમ્બ્યુલન્સ ને કોલ કર્યો અને આ ૧૦૮ ની સેવા બહુ સારી છે એ લોકો તરત પહોંચી ગયા. મને એ લોકો એ બહુ હિમ્મત આપી કે અમે આવીયેજ છીએ તમને કશું નહિ થાય.એ લોકો મને એમ્બ્યુલન્સમાં લીધો અને મે એમને મારા ફોનમાં મારા મિત્રોના નંબર બતાવ્યા અને બોલાવવા કીધું અને પછી હું બેભાન થઈ ગ્યો.”

એટલામાં ત્યાં ઉભેલા એમના એક મિત્રએ કહ્યું કે મને 108માંથી કોલ આવ્યો  મને આ ઘટના વિશે કહ્યુંઅને સિટિ હોસ્પિટલમાં આવવા કહ્યું. મે બીજા બે મિત્રોને કોલ કર્યો અને તેમને મેં હોસ્પિટલ જવા કહ્યુંઅને હું એમની ઘરે ગ્યો અને એના ઘરના લોકોને લઈને હું  હોસ્પિટલ જવા નીકળ્યો. ત્યાં ખબર પડી કે એને મોટા સિટિમાં લઈ જવામાં આવ્યાં છે તો અમે પણ ત્યાં જવા નીકળ્યા અને હજુ ત્યાં પહોચીયે એ પેલા જ કોલ આવ્યો કે એને અહી લાવ્યા તો અમે અહી આવ્યાં.

ડૉકટરનું કહેવું હતું કે ખુદને આટલું લાગ્યું હોય અને પોતાનુંજ આટલું લોહિ જોયું હોય તો પણ ભાનમાં રહેવું એ એક મોટી વાત છે એમને આટલી હિમ્મત કરી એટલેજ એ બચી શક્યાં આવા કેસ બહુ ઓછા હોય છે. આ ભાઈની હિમ્મતને દાદ દેવી પડે.

ડૉકટરના કહેવાથી ને પગ કાપ્યો છે એ દર્દિને નહોતું કહ્યું, 2-3 દિવસ પછી એમને ખબર પડી ત્યારે પણ એ હિમ્મત નહોતા હાયાૅ. એમને કહ્યું કઇ વાંધો નહી હું પગથી ચાલીશ. હું જીવતો છું એટલુંજ ઘણું છે ભગવાને આટલી હિમ્મત આપી અને હજું પણ આપશે.

આ જોઈને લાગે કે સાચે હિમ્મતે મદાૅ તો મદદે ખુદા!!!